મોરબી-જેતપર રોડનું મંજુર થયેલું કામ તાકીદે શરૂ કરાવવા પૂર્વ ધારાસભ્ય સક્રિય

- text


પૂર્વ ધારાસભ્ય અમૃતિયાએ અંદાજે 119.00 કરોડના ખર્ચે બનનાર ફોરલેનની કામગીરી ઝડપી કરવા અધિકારીઓ સાથે ચર્ચા કરી

મોરબી : મોરબી-જેતપર-અણીયારી રોડ સત્વરે મરામત થાય, મરામત માટે ફાળવાયેલા નાણાનો ત્વરિત ઉપયોગ થાય અને ફોરલેન બનાવવાની મંજુરીની કાર્યવાહીમાં ઝડપ થાય, તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જહેમત ઉઠાવી છે.

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી જેતપર રોડ જ્યારે સાવ સાંકડો હતો ત્યારથી આ રોડ પર મોટરસાયકલ કે અન્ય વાહનો દ્વારા આવન-જાવન કરે છે. તેમણે આ રોડ પર મોરબી-ઘાટીલા ટ્રેનના પાટા હટાવવા, રોડ પહોળો કરાવવા, નાળા પુલીયા બનાવવા પરિણામલક્ષી પ્રયત્ન કર્યા છે.

- text

મોરબી જેતપર અણીયારી રોડ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યારે આ રોડ પરના વસતા ગ્રામજનોની તેમજ વ્યવસાયકારીઓની સવલત માટે મંજૂર થયેલા 50.00 લાખના અનુસંધાનમાં આ રોડ ત્વરિત મરામત કરાવવા તથા આ રોડ ફોરલેન બનાવવાનું અંદાજે 119.00 કરોડના ખર્ચે જે કામ મંજુર થયેલ છે તેની વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા, વર્ક ઓર્ડર વિગેરેની કાર્યવાહી બનતી ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરી છે અને સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે. આમ, આ વિસ્તારના નાગરિકોની સુવિધા માટે પોતે સતત ચિંતિત છે, તેની પ્રતીતિ કરાવી હોવાનું પૂર્વ ધારાસભ્યની યાદીમાં જણાવેલ છે.

- text