મોરબીના નવયુગ કોલેજની બે વિદ્યાર્થિનીઓ બની ગોલ્ડ મેડલ વિજેતા

- text


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પદવીદાન સમારંભમાં મેડલ અર્પણ કરાયા

મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૫૬માં પદવીદાન સમારંભમાં ૨ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

ગત તા. ૦૧/૦૨/૨૦૨૨ના રોજ યોજાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ૨ વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની તમામ કોલેજના વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગોલ્ડ મેડલ તેના નામે કર્યો છે. આ સાથે મોરબીમાં સૌથી વધુ મેડલ પણ કોલેજે તેના નામે કર્યા છે.

- text

નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ધરોડીયા સપનાએ કેમેસ્ટ્રી વિષયમાં અને ભાડજા દિપાલીએ બોટની વિષયમાં યુનિવર્સિટીની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હાથે ગોલ્ડ મેડલ હાંસલ કરી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપકગણે અભિનંદન પાઠવ્યા છે.

- text