માળીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભેદી ધડાકો : ધ્રુજારી અનુભવાતા લોકો ઘર બહાર દોડી ગયા

- text


ભેદી ધડાકાનો અવાજ સાંભળાતા લોકો ગભરાહટ : ધડાકા મામલે માળીયા મામલતદારે યોગ્ય તપાસ કરવાનો નિર્દેશ આપ્યો

માળીયા : માળીયા મિયાણા પંથકમાં આજે ભેદી ધડાકાનું ધ્રુજારો અનુભવાયો હતો. જેમાં માળીયા પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભેદી ધડાકાના અવાજ સાંભળ્યો હોવાના અહેવાલ મળ્યા છે. ભેદી ધડાકાનો અવાજ સાંભળતા લોકો ઘરની બહારની દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પંથકમાં જોરદાર ભેદી ધડાકાના આવજો સંભળાયા હતા.જેમાં માળીયા તાલુકાના નાનાભેલા, બોડકી,નાના દહીંસરાથી લઈ છેક મોરબીના માનસર ગામ સુધી ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હોવાનું ગ્રામલોકોમાંથી જાણવા મળ્યું છે. આ અંગેના ફોન પણ રણકવા લાગ્યા છે. આ ભેદી ઘડાકો એટલો બધો ગંભીર હતો કે, માળીયાના નવલખી દરિયા કિનારે પાસેના સરવડ, પીપળીયા ચાર રસ્તા, નાના દહીંસરા, બોકડી, નાનાભેલા સહિતના ગામોમાં ભેદી ધડાકાનો અવાજ સાંભળાતા લોકો ગભરાહટ સાથે ઘરની બહારની દોડી ગયા હતા.

- text

જો કે, આ ભેદી ધડાકો શેનો થયો અને કઈ રીતે થયો તે અંગેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ મામલે માળીયા મામલતદાર ડી.સી. પરમારે જણાવ્યું હતું કે, અમારી પાસે હજુ સુધી આવા કોઈ બનાવ આવ્યા નથી છતાં આ અંગે યોગ્ય તપાસ કરવાનું જણાવ્યું હતું, વધુમાં કહ્યું હતું કે, આ ભેદી ધડાકાના અવાજ ભૂકંપ અથવા એરફોર્સની ચાલી રહેલી ટ્રેનિંગને કારણે સંભળાતા હોય છે. પણ આ બનાવની યોગ્ય તપાસ કરાશે.

- text