માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતી મોરબીની સ્પે. કોર્ટ

- text


માસૂમ બાળકી ઉપર વધતા જતા અત્યાચારના બનાવોને લઈને મોરબીની સ્પે.પોકસો કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો

મોરબી : મોરબીમાં વર્ષ 2014 દરમિયાન હવસખોર નરાધમે દસ વર્ષની માસૂમ બાળકી ઉપર અધમ કૃત્ય આચરી તેની ક્રૂર હત્યા કરી નાખ્યાની ધૃણાસ્પદ ઘટનાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે માસૂમ બાળકી ઉપર વધતા જતા અત્યાચારના બનાવોને લઈને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. જેમાં આ કેસમાં કોર્ટે નરાધમ એવા આરોપીને આજીવન કેસ એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજા ફટાકરી છે.

આ બનાવની હકીકત એવી છે કે, મોરબી નજીક 26 એપ્રિલ 2014 ના રોજ એક શ્રમિક પરિવારની દસ વર્ષની માસૂમ પુત્રી પાણી ભરવા ગયા બાદ લાપતા બનેલી આ બાળકીની તા.30 ના રોજ અવાવરુ જગ્યાએથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે તે સમયે આ બનાવમાં પોલીસની તપાસમાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કર્યાનું ખુલ્યા બાદ વધુ સઘન તપાસમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા બાબુદાસ મથુરદાસ દેવમુરારી નામના 42 વર્ષના પરિણીત ઢગાએ આ અધમ કૃત્ય આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આથી જે તે સમયે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને હત્યાનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દરમિયાન માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યાનો કેસ આજે મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવની ધારદાર કાયદાકીય દલીલો અને આરોપી વિરુદ્ધના સજ્જડ પુરવાને ધ્યાને લઇ પોકસો કોર્ટના જજ એમ.કે ઉપાધ્યાય દ્વારા આરોપી બાબુદાસ મથુરદાસ દેવમુરારીને જીવે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેમજ 32 હજારનો દંડ ફટકાર્યો છે . તેમજ ભોગ બનનારના માતા-પિતાને રૂ.10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજયભાઈ દવે અને ફરિયાદી પક્ષે વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલા હતા.

- text

- text