હળવદમાં ઘડિયા લગ્ન યોજાયા : ચિં. જય અને ચિં.દર્શનાએ દામ્પત્ય જીવનમાં ડગ માંડ્યા

- text


શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ચટ મંગની પટ્ટ બ્યાહ સંપન્ન

હળવદ : મોરબીમાં શરૂ થયેલ ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ અન્વયે આજે હળવદ ખાતે સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષની હાજરીમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ચટ મંગની પટ્ટ બ્યાહ ઉક્તિ મુજબ ચિં. જય અને ચિં.દર્શનાએ દામ્પત્ય જીવનમાં ડગ માંડ્યા હતા.

આજરોજ હળવદ ચંદ્રપાર્કમાં રહેતા ચિં.જયભાઈ વિજયભાઈ ઝાકાસણીયા અને નાની વાવડી મોરબી ખાતે રહેતા ચિં.દર્શનાબેન જયંતિભાઇ ગોધવિયા સગાઈ નક્કી કરવા સ્નેહી કુટુંબીઓ એકત્રિત થયા બાદ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ ડૉ.મનુભાઈ પટેલ અને હળવદ પટેલ સમાજના ઉપ પ્રમુખ ચંદુભાઈ પટેલ(રાણેકપર) વાળાની પ્રેરક ઉપસ્થિતિમાં બન્નેના ઘડિયાલગ્ન યોજવા નક્કી કર્યું હતું.

વધુમાં સમાજને લગ્નમાં ખોટા ખર્ચ બંધ કરવા સંદેશ આપી સાદગીપૂર્ણ રીતે ઘડિયા લગ્નનું આયોજન નક્કી થતા અત્રેના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘડિયાલગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text