મોરબીમાં રવિવારે પક્ષીઓના ચણ-પાણી રાખવાના લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ

- text


ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન

મોરબી : મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ તથા પાણી માટે લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ આગામી તા. 30ને રવિવારે કરવામાં આવશે.

- text

મોરબીના ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ તથા પીવાના પાણી માટે લોખંડના સ્ટેન્ડનું વિતરણ આગામી તા. 30ને રવિવારના રોજ સવારે 9થી 11 સુધી સરદાર બાગ સામે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વહેલો તે પહેલાના ધોરણે રાખેલ છે. આ સ્ટેન્ડની કિંમત રૂ. 200 છે પરંતુ દાતા મગનલાલ રણછોડભાઈ હસ્તે મનુભાઈ હીરાણી (પાનવાળા)ના સહયોગ થકી માત્ર ટોકન રૂ. 50માં આ સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવશે.

- text