માળીયાના કોંગ્રેસ અગ્રણી દ્વારા પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


અગ્રણીએ રોહિશાળામાં વૃક્ષારોપણ કર્યું અને ખાખરેચીમાં ગાયોને ઘાસચારો આપ્યો

માળીયા (મી.) : મોરબી-માળીયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ દ્વારા ગાયો માટે ઘાસચારો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

માળીયા (મી) તાલુકાના રોહિશાળા ગામના વતની અને મોરબી-માળીયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરિયાના પુત્ર શિવના જન્મદિવસ નિમિત્તે પિતા સંદિપભાઈએ પુત્ર શિવના જન્મદિવસની સેવા કાર્યો થકી ઉજવણી કરી હતી. જેમાં શિવના જન્મદિવસ નિમિતે ખાખરેચી ખાતે આવેલ પાંજરાપોળમા એક ગાડી લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે રોહિશાળા ગામે 300 જેટલા વૃક્ષો વાવ્યા હતા. ત્યારે ગામના રોહિશાળા યુવક મંડળ ગ્રુપ દ્વારા આ કાર્યથી પ્રેરણા લઈ વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

- text