મોરબી રફાળિયા ચોકડી નજીક દારૂના ચાર કવાટરિયા સાથે બે ઝડપાયા

- text


તાલુકા પોલીસે 400નો દારૂનો 50 હજારની રીક્ષા કબ્જે કરી

મોરબી : મોરબી તાલુકા પોલીસે સીએનજી રિક્ષામાં વિદેશી દારૂના 180 મિલીના 4 કવાટરિયા સાથે નીકળેલા બે શખ્સોને ઝડપી લઈ રૂપિયા 50 હજારની રીક્ષા સહિત 50,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે રફાળિયા ચોકડી નજીકથી સીએનજી રીક્ષા નંબર GJ-36-U-6203માં નીકળેલા જુના સાદુળકા ગામના જીતેશભાઇ ચંદુભાઇ હળવદીયા અને મોરબી મકરાણીવાસમાં રહેતા સલમાનભાઇ દાઉદભાઇ દાવલીયાના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન અને રોયલ ચેલેન્જ બ્રાન્ડના દારૂના 180 એમએલ માપના કવાટરિયા નંગ 4 કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ રૂપિયા 50 હજારની કિંમતની સીએનજી રીક્ષા સહિત કુલ રૂ.50,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text