મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત

- text


જિલ્લાના 592 માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે અગાઉ કલેકટર દ્વારા જિલ્લાના તમામ હથિયાર ધરકોને નિયત સમયમાં પોતાના હથિયારો નજીકના પોલીસ મથકમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં હાલ કુલ 592 લોકો હથિયારોનો પરવાનો ધરાવે છે.ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે હથિયારો જમા કરવાનો આદેશ થતા અત્યાર સુધીમાં જિલ્લાના 592 માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા છે. અને 3 જેટલા હથિયાર ધરકોને હથિયારો જમા કરવાનું બાકી છે. જ્યારે પરમિશન લીધી હોય એવા અને હથિયારો જમા ન કરવાના હોય એવા 13 હથિયાર ધારકો છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસે ચૂંટણી સંદર્ભે 1557 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text