મોરબી ગુરુકુળમાં અત્યાધુનિક અટલ ટીકરીંગ લેબનું નિર્માણ

- text


મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો

મોરબી:મોરબી સ્વામિનારાયણ ગુરૂકુળમાં સરકારના અનુદાનથી ભવ્ય અટલ ટીકરીંગ લેબનું નિર્માણ થયું છે.

શહેરની શિક્ષણસંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આધુનિક અટલ ટીકરીંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ નીલકંઠદાસજી સ્વામી અને નિર્ગુણજીવનદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ તકે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવેલ કે જ્યારે તેઓ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે સૌપ્રથમ ધારાસભ્યનું ફોર્મ ભરવા ગયેલા ત્યારે જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ લઈને ગયા હતા ને સંતોના આશીર્વાદ તેઓને ફળ્યા.

બાળકોને સંદેશ આપતા જણાવેલ કે જીવનમાં દરેક મુશ્કેલીનો સામનો કરવો જોઈએ અને એમાં પણ સંતોના આશીર્વાદ હોય તો સફળતા અચૂક પ્રાપ્ત થાય છે.જ્યારે પણ તેઓ ગુરુકુળમાં આવે છે ત્યારે એક સામાન્ય માણસ બનીને આવે છે.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓને જ્યારે આ સંસ્થામાં આવવાનું મન થાય ત્યારે તેઓ એક અહીં અદભુત અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.મોરબીમાં તમામ જે કોઈપણ અટલ લેબ છે તેમાંથી સૌથી આધુનિક અને સમૃદ્ધ લેબ સ્વામિનારાયણ ગુરૂકુળમાં નિર્માણ થઇ છે.આ ઉપરાંત ગુરુકુળની શિક્ષણ પ્રણાલી અને અહીંના વિદ્યાર્થીઓની સામાજીક-શૈક્ષણિક ભાગીદારીની મુક્તમને પ્રશંસા કરી હતી.

સ્વામી જ્ઞાનજીવનદાસજીએ આ પ્રસંગે સર્વેને આશીર્વચન પાઠવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વામી શ્રુતિપ્રકાશ દાસીએ કરેલ.આ પ્રસંગે વિનુભાઈ ભોરણીયા,શાંતિલાલ, અરૂણભાઇ કાલરીયા, હસમુખભાઈ કાસુન્દ્રા,ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ ચારોલા,અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ આનંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text