શાળાએ આવવાનું પ્રોત્સાહન આપવા ઘીયાવડ પ્રાથમિક શાળામાં બાળકોને ટિફિન અને બેગનું વિતરણ

- text


વાંકાનેર : લાંબા સમય બાદ હવે પ્રાથમિક શાળાઓ ફરી ચાલુ થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓને શાળાએ આવવાનું પ્રોત્સાહન મળે તે માટે વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ટિફિન અને બેગનું વિતરણ કરવામાં આવ્યું છે.

કોરોના કાળના લીધે ઘણા સમય બાદ શાળાઓ હાલ 50 ટકા હાજરી સાથે કાર્યરત છે. તે અન્વયે ભૂલકાં ઓને આવકારવા માટે વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં ધોરણ-1ના બધા બાળકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘીયાવડ ગામના ઉપસરપંચ અને વાંકાનેર તાલુકાના કિસાન મોરચાના મહામંત્રી ધ્રુવરાજસિંહ ઝાલા તરફથી દરેક બાળકને 3 ખાનાવાળા ટીફિન તથા દફતર ભેટ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, શિક્ષક નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમારના પ્રયત્નોથી ધોરણ 2ના બધા બાળકોને દાતા દેવાંગભાઈ શાહ (અમદાવાદ) તરફથી 3 ખાનાવાળા ટિફિન ભેટ આપવામાં આવ્યા હતા. તેમજ દાતા તેજશ્રીબેન, હેલીબેન શાહ, મૌસમીના બેન ઢોલિતર, યજ્ઞદતભાઈ (બ્રુસ્લી માર્શલ આર્ટ્સ એકેડમી) તરફથી ધોરણ 2ના બાળકોને બેગ ભેટ આપવામાં આવ્યા હતા.

- text

ઉપરાંત, અધ્યાની ફૉઉન્ડેશન, અડાલજ (દશરથભાઈ ઠક્કર) તરફથી શાળાના ધોરણ – 1 અને 2ના બાળકો માટે સ્ટેશનરીની આશરે 135 રૂ.ની 40 નંગ કિટ ભેટ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text