મોરબી તાલુકામાં કાલે મંગળવારે મેગા વેક્સિનેશન કેમ્પ

- text


 

પાંચ સ્થળે રાત્રી સેશન દરમ્યાન રસી અપાશે

મોરબી:મોરબી તાલુકામાં આવતીકાલે મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત અલગ-અલગ 77 કેન્દ્ર પર ઉપરાંત પાંચ સ્થળે રાત્રી સેશન દરમ્યાન રસી અપાશે.

તાલુકાભરમાં મેગા વેક્સિન ડ્રાઈવ અંતર્ગત અલગ-અલગ 77 સ્થળે કોરોના રસી આપવાની હોય ત્યારે બાકી તમામ લાભાર્થીઓને પ્રથમ અને બીજો ડોઝ લઈ લેવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આર.એન.કોટડીયા દ્વારા અનુરોધ કરાયો છે.

- text

મોરબી શહેરમાં દરેક અર્બન સેન્ટર પર પણ રસી અપાશે રાત્રી સેશનમાં રાત્રે આઠથી દસ વાગ્યા દરમ્યાન પાંચ સ્થળે જેમાં નરસંગ મંદિર રવાપર રોડ,બહુચરાજી મંદિર રવાપર, જિલ્લા પંચાયત મોરબી, લીલાપર અર્બન પરસોતમ ચોક,સિવિલ હોસ્પિટલ મોરબીનો સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત જિલ્લાના માળીયા તાલુકામાં 15 સ્થળે, વાંકાનેર તાલુકાના 63 સ્થળે,ટંકારા તાલુકાના 28 સ્થળે,હળવદ તાલુકાના 47સ્થળોએ વેક્સિન અપાશે.આવતીકાલે જિલ્લાભરમાં કુલ કોવિશીલડના 45200 તેમજ કોવેકસીનના 4970 ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- text