MCX : ક્રૂડ તેલમાં 33,50,000 બેરલનાં કામકાજ સાથે વાયદાના ભાવમાં રૂ.113નો ઉછાળો

- text


સોનાનો વાયદો રૂ.90 વધ્યોઃ ચાંદી રૂ.91 નરમઃ કોટન, સીપીઓ, મેન્થા તેલ રબરમાં સાર્વત્રિક સુધારોઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 91 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 46 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 157 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,18,244 સોદાઓમાં કુલ રૂ.10,354.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 46 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 157 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 91 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 41,712 સોદાઓમાં કુલ રૂ.2,981.45 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,953ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,030 અને નીચામાં રૂ.47,857 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.90 વધી રૂ.47,993ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.38,383 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.4,786ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,606 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,719 અને નીચામાં રૂ.61,280 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.91 ઘટી રૂ.61,425 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.75 ઘટી રૂ.61,719 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.75 ઘટી રૂ.61,714 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 11,281 સોદાઓમાં રૂ.2,248.38 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.210.50 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.268ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.10 વધી રૂ.728.10 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.8.5 ઘટી રૂ.1,542.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 33,634 સોદાઓમાં કુલ રૂ.2,665.74 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,071ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,167 અને નીચામાં રૂ.5,071 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.113 વધી રૂ.5,145 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.90 ઘટી રૂ.290.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,987 સોદાઓમાં રૂ.257.74 કરોડનાં કામકાજ થયા હતા. રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,370 અને નીચામાં રૂ.18,200 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.202 વધી રૂ.18,346ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,115ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1117.90 અને નીચામાં રૂ.1106.40 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.70 વધી રૂ.1109.80 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.20 વધી રૂ.947.80 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.210 વધી રૂ.31,180 બોલાઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,896 સોદાઓમાં રૂ.1,750.08 કરોડનાં 3,650.741 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,816 સોદાઓમાં કુલ રૂ.1,231.37 કરોડનાં 199.758 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.185.33 કરોડનાં 8,800 ટન, જસતના વાયદાઓમાં રૂ.200.93 કરોડનાં 7,525 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,005.49 કરોડનાં 13,852.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.816.94 કરોડનાં 5,310 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.39.69 કરોડનાં 2,160 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 18,043 સોદાઓમાં રૂ.1,716.59 કરોડનાં 33,50,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,591 સોદાઓમાં રૂ.949.15 કરોડનાં 3,27,26,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 907 સોદાઓમાં રૂ.93.22 કરોડનાં 29825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 96 સોદાઓમાં રૂ.4.57 કરોડનાં 48.24 ટન, રબરના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 17 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 968 સોદાઓમાં રૂ.159.64 કરોડનાં 14,460 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,151.477 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 666.712 ટન, એલ્યુમિનિયમમાં 11,640 ટન, જસત વાયદામાં 8,440 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,185 ટન, નિકલ વાયદામાં 2,461.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,570 ટન, ક્રૂડ તેલમાં 6,83,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,29,88,750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 133300 ગાંસડી, મેન્થા તેલમાં 332.64 ટન, રબરમાં 76 ટન, સીપીઓમાં 79,900 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,521 સોદાઓમાં રૂ.129.36 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 527 સોદાઓમાં રૂ.39.70 કરોડનાં 564 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 901 સોદાઓમાં રૂ.83.53 કરોડનાં 1,009 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 93 સોદામાં રૂ.6.13 કરોડનાં 94 લોટના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,066 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 769 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 205 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,090ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,096 અને નીચામાં 14,050ના સ્તરને સ્પર્શી, 46 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 9 પોઈન્ટ વધી 14,078ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,646ના સ્તરે ખૂલી, 157 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ ઘટી 16,594ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 5,163ના સ્તરે ખૂલી, ઊપરમાં 5,254 અને નીચામાં 5,163 બોલાઈ દિવસ દરમિયાન 91 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 9 પોઈન્ટ સુધરી 5,238ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 28,109 સોદાઓમાં રૂ.2,072.11 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.92.62 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21.68 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,957.81 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text