હોર્ન વગાડવા મુદ્દે ભાજપ આગેવાન અને પાડોશી વચ્ચે બઘડાટી : ગાડી-ઘરના કાચ તોડાયા

- text


વાંકાનેરના જોધપર ગામના બનાવમાં સામસામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે ભાજપ અગ્રણી અને તેના પાડોશી વચ્ચે ગાડીના હોર્ન વગાડવા મુદ્દે થયેલી બોલાચાલીમાં બન્ને પક્ષે ગાડીના કાચ તોડવા ઉપરાંત ઘરની બારીના કાચનો ભુક્કો બોલાવી દેવાતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના જોધપર ગામે રહેતા ભાજપ અગ્રણી ગાડુંભાઇ લખમણભાઇ ધરજીયાએ બજારમાં હોર્ન વગાડવાની ના પાડતા બાજુમાં રહેતા મધુબેન ઉર્ફે બેબીબેન, આશાબેન બીપીનભાઇ, રોહીતભાઇ, મુના શીવા, ગોકળભાઇ અને બીપીનભાઇ શીવાભાઇ ઘર પાસે આવી ગાળો બોલીઘરની બહાર નીકળવા માટે કહેલ પરંતુ ગાંડુભાઇ ઘર બહાર ન નીકળતા આરોપીઓએ ધુંબા મારી ઘરની બારીના કાચ તોડી તેમજ માતાજી ના મંદિરની બારીઓ તોડી નાખાવા ઉપરાંત બહાર પાડેલ વેગનઆર કાર રજી. નંબર જી.જે.૦૩-ડી.જી.-૭૬૮૬ ના કાચ તોડી નુકશાની કરેલ અને આરોપી બીપીનભાઇ હાથમાં છરી લઇ મારવા આવી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

- text

સામાપક્ષે જોધપર ગામના મધુબેન બીપીનભાઇ દાદરેચાએ પણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ભાજપ અગ્રણી એવા આરોપી ગાંડુભાઇ લખમણભાઇ ધરજીયા, જેરામ ઉર્ફે જેરો ગાંડુભાઇ ધરજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપીઓએ પોતાના દીકરા ઉદય ને શેરીમા હોર્ન વગાડવા બાબતે ઉભા રાખી જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી તેમની દીકરી આશાને ફડાકો મારી ઇજા કરી, ઇકોકાર રજી. નં. જી.જે.૩૬.એલ. ૧૮૩૧માં આગળના કાચમા છુટો પથ્થર મારી આગળનો કાચ તોડી નુકશાન કરી તેમના દીકરા – દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

હાલ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓને અટકાયતમાં લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text