હળવદમાં લગ્નપ્રસંગે ભડાકા પ્રકરણમાં ચારેય આરોપી જેલ હવાલે

- text


નામદાર અદાલતે કડક વલણ અખત્યાર કરી જામીન અરજી ફગાવતા ચારેય ને જેલની હવા ખાવી પડી

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે લગ્નપ્રસંગે હવામાં ફાયરિંગ કરવા પ્રકરણમાં પોલીસે ઝડપી લીધેલા ચારેય આરોપીઓને નામદાર અદાલતે જામીન મંજુર ન કરતા ચારેય ઈસમોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગત તા.28ના રોજ શંકરભાઇ ખેંગારભાઈ કોળીની પુત્રી કિરણના લગ્ન હોય ગામમા રોફ જમાવવા ખેંગારભાઈ ગાડુભાઈ કોળી, દેહરભાઈ ખેંગારભાઈ કોળી, કેહરભાઈ ખેગારભાઈ કોળી તથા દિલિપભાઈ ઉર્ફે દિલાભાઇ માલાભાઈ કોળીએ લાયસન્સ વાળા હથિયારમાંથી જાહેરમાં હવામાં ધડાધડ ફાયરિંગ કર્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચારેય વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

દરમિયાન પોલીસ દ્વારા ચારેય આરોપીઓને નામદાર અદાલત સમક્ષ રજુ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓના જામીન ના મંજુર કરી મોરબી જેલ હવાલે કરવું હુકમ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text