આજે ઉત્પત્તિ એકાદશી : દેવી ‘એકાદશી’નો પ્રાગટ્ય દિવસ

- text


આ એકાદશીને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવાય છે

ગુજરાતી પંચાંગ પ્રમાણે ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક માસના કૃષ્ણ પક્ષની અગિયારસની તિથિના દિવસે કરવામાં આવે છે. આ વર્ષે ઉત્પત્તિ એકાદશી વ્રત આજે 30 નવેમ્બરના રોજ છે. આ એકાદશીને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી નામના દેવી પ્રકટ થયા હતા.

પ્રાચીન કાળમાં મુર નામના રાક્ષસે સ્વર્ગ ઉપર કબ્જો જમાવી લીધો હતો. ઇન્દ્રની મદદ માટે ભગવાન શ્રીવિષ્ણુએ મુર દૈત્ય સાથે યુદ્ધ કર્યું. યુદ્ધના કારણે વિષ્ણુ થાકી ગયાં. આ કારણે તેઓ બદ્રિકાશ્રમની ગુફામાં આરામ કરવા માટે જતાં રહ્યાં. ભગવાન વિષ્ણુ પાછળ મુર દૈત્ય પણ ત્યાં પહોંચી ગયો. વિષ્ણુ સૂઇ રહ્યા હતાં, ત્યારે મુરે તેમના ઉપર પ્રહાર કર્યો, પરંતુ ત્યાં જ એક દેવી પ્રકટ થયા અને તેમણે મુર દૈત્યનો વધ કર્યો.

જ્યારે શ્રીવિષ્ણુની ઊંઘ પૂરી થઇ ત્યારે દેવીએ મુર દૈત્યના વધ વિષે વિષ્ણુને જણાવ્યું. ત્યારે વિષ્ણુએ પ્રસન્ન થઇ દેવીને વરદાન માંગવા માટે કહ્યું. તો દેવીએ વરદાન માંગ્યું કે આ તિથિએ જે લોકો વ્રત-ઉપવાસ કરે, તેમના પાપ નષ્ટ થઇ જાય, બધાનું કલ્યાણ થાય. ત્યારે ભગવાને તે દેવીને એકાદશી નામ આપ્યું. કારતક મહિનાના વદ પક્ષના અગિયારમાં દિવસે એકાદશી ઉત્પન્ન થયા હતાં, એટલે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text