મોરબી અને હળવદમાં નવા તાલુકા વિકાસ અધિકારીને અપાયું પોસ્ટિંગ

- text


મોરબી : રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે 6 તાલુકા વિકાસ અધિકારીની બદલીના હુકમો કર્યા છે. જેમાં રાજુલાના તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ બળદેવભાઈ ચૌધરીને હળવદમાં મુકવામાં આવ્યા છે. જ્યારે લાલપુરના તાલુકા વિકાસ અધિકારી દિપાબેન હસમુખભાઈ કોટકને મોરબી મુકવામાં આવ્યા છે.

- text