ધાય…ધાય… હળવદના રાયધ્રામાં લગ્ન પ્રસંગે જોટામાંથી ભડાકા કરાયા

- text


ગઈકાલે લગ્ન પ્રસંગે કરાયેલ હવામાં ફાયરિંગના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

હળવદ : હળવદ તાલુકાના નાના એવા રાયધ્રા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં હરખમાં ને હરખમાં કન્યાપક્ષ દ્વારા જોટામાંથી હવામાં ભડાકા કરવામાં આવતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નાના એવા રાયધ્રા ગામમાં ગઈકાલે એક કન્યાના લગ્નોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે ઢોલના તાલે નીકળેલા ફુલેકામાં એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિની મદદથી દેશી બંદૂક જેવા જોટા હથિયારમાંથી હવામાં ભડાકા કરવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે.

- text

ઉલ્લેખનીય છે કે, આ લગ્નપ્રસંગે રાત્રીના સમયે રાજકીય આગેવાનોનો પણ મેળાવળો જામ્યો હતો અને ભત્રીજીના લગ્ન હોય કાકાએ ગામમાં સીન જમાવવા માટે ધાણીફૂટ ગોળીઓ છોડતા લગ્ન મંડપનો ચંદરવો ચારણી જેવો બની ગયો હતો અને આમ આદમી જોતા રહી ગયા હતા. હાલમાં સબંધિત પોલીસ દ્વારા પણ આ મામલે છાનેખૂણે છાનભીન પણ શરૂ કરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text