ભાજપ અધ્યક્ષ શિક્ષકો વિરુદ્ધનું નિવેદન પરત ખેંચે તેવી માંગ

- text


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સંઘ મહામંડળ દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરાઈ

 

મોરબી : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે શિક્ષકો વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.જેની સામે સમગ્ર શિક્ષક સમાજમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. આથી ભાજપ અધ્યક્ષ શિક્ષકો વિરુદ્ધનું નિવેદન પરત ખેંચે તેવી માંગ સાથે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સંઘ મહામંડળ દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરાઈ છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સંઘ મહામંડળ દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પટેલને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષએ એક જાહેર સભામાં શિક્ષક સમાજ વિરોધી નિવેદન આપતા શિક્ષક સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે અને શિક્ષક સમાજની લાગણી દુભાઈ છે. તેઓએ એક જાહેર સભામાં નિવેદનમાં આપતા જણાવેલ કે, “શિક્ષકો કર્મચારી થઈ ગયા છે, મોંધવા૨ી શું મળે ? પગાર વધારો ક્યારે મળે ? ૨જા કેટલી મળશે ? એવા અનેક લાભની ચિંતા કરતા થઈ ગયા છે. શિક્ષક ત૨ીકેની પોતાની જવાબદારી એ ધીમે ધીમે ભૂલતાં જાય છે. ગુરૂ તરીકેની સમાજમાં મળેલુ સ્થાનની ગરીમા ઓછી થતી જાય છે. આ શિક્ષક ગુરૂજી છે એ ગુરૂજી છે એ વાત મનમાં ઉતારવાનું કામ એના માટેના અલગ અલગ ભાષણો તૈયા૨ ક૨ીને અલગ અલગ રીતે બધાને મળે, કાર્યક્રમો કરે એના માટેની જવાબદારી કાજલબેનને આપી… આથી આ શિક્ષક વિરોધી ઉપરોકત નિવેદન પરત લેવાની માંગ કરી છે.

- text

વધુમાં સરકારી કર્મચારીઓને નોકરીના જે લાભો મળે છે એ શિક્ષક કર્મચારીઓનો હક્ક હોવા છતાં મળેલ નથી માટે નાછૂટકે અમારે અમારા હક્ક માટે રજૂઆત કરવી પડે છે. વર્ષ ૨૦૧૭માં તત્કાલીન મુખ્યમંત્રી તથા નાણાંમંત્રી અને શિક્ષણમંત્રીએ શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નો જેવા કે, પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ ગણવી, સાતમાં પગારપંચના એરીયસના બાકી હપ્તાં રોકડમાં ચૂકવવા તથા અન્ય પડતર પ્રશ્નોમાં સી.પી.એફ. અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ. અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવો, જૂના શિક્ષકોની ભરતી કરવી. આ અમારા સૈધ્ધાંતિક અને ન્યાયિક પ્રશ્નો હોવા છતાં ઉકેલ ન આવતો હોઈ અમારે નાછૂટકે પુનઃ જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text