મોરબી : ઉમિયાનગર (સુસવાવ) ગામના યુવક સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં ઉતીર્ણ

- text


હર્ષ શાંતિલાલ કાલરીયા એ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષા ઉતીર્ણ કરી 43મો રેન્ક મેળવ્યો.

મોરબી: મોરબી જિલ્લાના ઉમિયાનગર (સુસવાવ )ગામના રહીશ કાલરીયા હર્ષ શાંતિલાલ એ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષા ઉતીર્ણ કરી 43મો રેન્ક મેળવ્યો છે જે બદલ તેમના પરિવારજનો અને મિત્રવર્તુળ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હર્ષ જૂન 2019 થી કેળવણીધામ અમદાવાદ ખાતે રહીને તૈયારી કરી રહ્યા હતા તેમજ તેમણે જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ 1-2 ની તૈયારી ચાલુ રાખી છે.તેમના પિતા શાંતિભાઈ કરસનભાઈ કાલરીયા ખેતીકામ કરે છે. હર્ષે ઉમિયાનગર અને કાલરીયા પરિવાર નું ગૌરવ વધાર્યું હોય જે બદલ ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text