મોરબીના ઘૂંટુ નજીક એસટી બસે ઠોકર મારતા બાઈક ચાલકનું મોત

- text


મૃતક બાઈક સવાર ત્રાજપર ગામનો રહેવાસી..

મોરબીઃ મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે શનિવારે સાંજના સુમારે ઘૂંટુ ગામ નજીક એસ.ટી બસે પાછળથી ઠોકર મારતા બાઈક આગળ જઈ રહેલા ટ્રક પાછળ ઘુસી જતાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક આજે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે એક એસ.ટી. બસે બાઈકને પાછળથી ઠોકર મારતાં બાઈક આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગયું હતું. બનાવને પગલે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતક બાઈક સવાર ત્રાજપરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકના કુરચેકુરચા નીકળી ગયા હતા.

- text

ઘટનાને પગલે ગામ લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text