મોરબીનો વતની વિદ્યાર્થી NEETમાં ઉચ્ચ ગુણ સાથે ઉતીર્ણ

- text


મોરબી : ઓલ ઈન્ડિયા NEETની પરીક્ષામાં 720 માર્કમાંથી 696 માર્ક સાથે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી દિવ્ય ગાંભવાએ મોરબીનુ ગૌરવ વધાર્યું છે. તેણે સમગ્ર ભારતના સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી 180 રેન્ક સાથે ઈંગ્લીશ મીડિયમમાં નિટની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે.

પ્રીમિયર સ્કૂલ રાજકોટના માર્ગદર્શનથી આમરણ ગામના વતની ડૉ. નિલેશભાઈ ગાંભવા અને ડૉ.મિતલબેન ગાંભવાના પુત્ર દિવ્યએ વર્ષ – ૨૦૨૧ માં ઈંગ્લીશ મીડિયમમાં લેવાયેલ ઓલ ઇન્ડિયા NEET ની પરીક્ષામાં કઠોર પરિશ્રમ કરીને 720 માંથી 696 માર્ક સાથે સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી ઓલ ઇન્ડિયા રેન્ક 180 પ્રાપ્ત કરી સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અને મોરબીનું ગૌરવ વધારવા બદલ સૌએ શુભેચ્છાઓ પાઠવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text