કાલે ગુરૂવારે મેગા વેકસીનેશન : 212 સ્થળોએ યોજાશે કેમ્પ, 40630 ડોઝ ફાળવાયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરૂવારે 212 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેના માટે 40630 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પનો લાભ લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરુવારે મેગા વેકસીનેશન અભિયાન યોજાવાનું છે. જેમાં જિલ્લાના 212 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં મોરબી તાલુકામાં 78, ટંકારા તાલુકામાં 27, વાંકાનેર તાલુકામાં 46, માળિયા તાલુકામાં 19, હળવદ તાલુકામાં 42 સ્થળોએ કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. આ તમામ સ્થળો માટે કુલ 40630 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આમ આવતીકાલે મોટી સંખ્યામાં લોકો વેકસીન લઈ શકે તેવું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું છે.

- text