નાના દહીંસરા ગામના યુવકની BPL T-20 માટે પસંદગી

- text


માળીયા (મી.) : મોરબીના માળીયા તાલુકાના નાના દહિસરા ગામનું ગૌરવ એવા મકવાણા તુલસી હીરાભાઇ ભોપાલ પ્રીમિયર ટી 20 લીગ માટે સીલેક્ટ થયા છે.

આગામી તારીખ 22 ઓક્ટોબર દિવસે ઉતરપ્રદેશમાં ભોપાલ સિટીમાં આયોજિત ભોપાલ પ્રીમીયર લીગ સીઝન 5 માટે ઑનલાઇન ક્રિકેટ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં ઑનલાઇન વિડીઓ દ્વારા સીલેક્શન કરવામાં આવેલ હતું. ભોપાલ પ્રીમીયર લીગના સેક્રેટરી કપિલ ખૂશવા અને તેની કમિટી દ્વારા ક્રિકેટ પ્લેયરોને પ્રોત્સાહન મળી રહે તેમજ તેની પ્રતિભા ખીલવવા માટે આ BPL T20 નું આયોજન કરવામાં આવેલ છે. દર વખતની જેમ બીજા સ્ટેટમાં જઈને સારું પરફોર્મન્સ કરનાર મકવાણા તુલસી હીરાભાઇએ તેમાં ભાગ લીધેલ હતો. અને તેઓ આ લીગમાં સીલેક્ટ થયા છે .

- text

આથી, તેણે ગામ નાના દહીસરા તેમજ માળીયા, મોરબી તેમજ પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text