મોરબીમાં જ્ઞાનપંથ વિદ્યા સંકુલ ખાતે માનસિક રોગ અંગે જાગૃતિ લાવવા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


(જનક રાજા દ્વારા) મોરબી : વિશ્વ માનસિક રોગ દિવસની ઉજવણી કરવા તેમજ આમજનતાને માનસિક રોગની સમજ માટે તથા માનસિક રોગ અંગે જાગૃતિ આવે તે માટે એક પખવાડિયા સુધી જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત જ્ઞાનપંથ વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનુંં આયોજન કરવામાં આવ્યુ હતું.

તારીખ 10-10 નાં રોજ વિશ્વ માનસિક રોગ દિવસ ઉજવવામાં આવે છે. સરકાર દ્રારા આ વખતે માનસિક રોગ અંગેની સમજ માટે તથા લોકોમાં માનસિક રોગ અંગે જાગૃતિ આવે તે માટે તા. 4-10-21 થી તા. 18-10-21 પંદર દિવસ (પખવાડિયું) સુઘી જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત તારીખ 08-10 ને શુક્રવારનાં રોજ મોરબીની જ્ઞાનપંથ વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. પોતાની સ્વરૂચી અને પોતાનામાં રહેલી આવડત દ્રારા આ સ્પર્ધામાં ભાગ લઈ ખૂબ સરસ દેખાવ કર્યો હતો.

આ સ્પર્ધામાં જનરલ હોસ્પિટલ મોરબી ખાતે માનસિક રોગ વિભાગમાં ફરજ બજાવતા દિવ્યા આર. ગોહેલ (કલીનિકલ સાયકોલોજિસ્ટ) અને અને હિતેષ પી. પોપટાણી (સાયકાટ્રીક સોશ્યલ વર્કર) કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના પ્રમુખ બાબુભાઈ ગામી તથા સહ કાર્યકર્તા ધનજીભાઈ અને જ્ઞાનપંથ વિદ્યા સંકુલ શાળાનાં આચાર્ય અરવિંદભાઇ સદાતિયા તેમજ સ્કુલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text