મોરબીમાં કાલે રવિવારે રાઈડર્સ કલબનો શુભારંભ : બૉલીવુડ અભિનેત્રી કાયનાત અરોરા આપશે હાજરી

- text


ઇન્ડિયાની ટોપ 10માં આવતી રાઈડર્સ કંપનીની પ્રખ્યાત રોડ માસ્ટર સાયકલની વિશાળ રેન્જ, રૂ. 6000થી લઈને 3.5 લાખ સુધીની સાયકલ ઉપલબ્ધ : નવરાત્રી નિમિત્તે 20 ટકાનું ડિસ્કાઉન્ટ

બાળકો માટે ખાસ બેટરીવાળી કાર, જીપ અને બાઇક સહિતની આઇટમો પણ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સાયકલિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. તેમાં પણ જો સારી સાયકલ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. મોરબીવાસીઓને લક્ઝુરિયસ સાયકલ સરળતાથી મળી રહે તે માટે રાઈડર્સ કલબનો કાલે રવિવારથી ભવ્ય શુભારંભ થવાનો છે. આ પ્રસંગે બોલિવુડ અભિનેત્રી કાયનાત અરોરા પણ હાજરી આપવાના છે. તો આ ઓપનિંગ સેરેમનીમાં જરૂર પધારો.

મોરબીમાં સ્કાયમોલની સામે સ્ટાર આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શોપ નં. 10/11માં રાઈડર્સ કલબનો આવતીકાલે શુભારંભ થવાનો છે.મોરબીની જનતાને રિઝનેબલ પ્રાઇઝમાં ક્વોલિટીવાળી સાયકલ મળે અને જિલ્લાભરની જનતા સુધી આ લાભ પહોંચે તે માટે આ સોપાન શરૂ કરવામાં આવ્યું છે. અહીં રોડ માસ્ટર બ્રાન્ડની સાયકલની વિશાળ રેન્જ હશે. જેમાં બાળકો માટેની સાયકલ રૂ. 4 હજારથી લઈને 15 હજાર સુધીની ઉપલબ્ધ હશે. જ્યારે અન્ય રૂ. 6 હજારથી લઈને 3.5 લાખ સુધીની સાયકલ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત અહીં બાળકો માટે બેટરીવાળી કાર, જીપ અને બાઇક સહિતની આઇટમો પણ ઉપલબ્ધ હશે. વધુમાં અહીં નવરાત્રી નિમિતે ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આવતીકાલે સાંજે 6 વાગ્યે રાઈડર્સ કલબની જાજરમાન ઓપનિંગ સેરેમની પણ યોજાવાની છે. જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ વેળાએ ગ્રાન્ડ મસ્તી, ખટામીઠા સહિતના મુવીમાં કામ કરનાર બૉલીવુડની અભિનેત્રી કાયનાત અરોરા ખાસ હાજરી આપવાના છે. આ સાથે કંપનીના સીઇઓ જ્ઞાનસિંઘ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો આ ઓપનિંગ સેરેમનીમાં જરૂર પધારો. વધુ વિગત માટે રાજેશભાઈ ફેફર મો.નં. 9879284741 અથવા દુર્લભજીભાઈ મો.નં. 9586265800નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

- text