મોરબી કોર્ટ કમ્પાઉન્ડમાં આડેધડ વાહન પાર્ક કરશો તો દંડાશો

- text


મોરબી : મોરબી જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડમાં આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા હોવાથી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા ખાસ પરિપત્ર અમલી બનાવી વાહનો નિયત જગ્યા સિવાય આડેધડ પાર્ક ન કરવા  તાકીદ કરી છે અને જો વાહનો આડેધડ પાર્ક કરશે તો દંડ અને વાહન ડિટેઇન કરવા સુધીના પગલાં લેવાશે.

મોરબી જિલ્લા અદાલતના કોર્ટ કમ્પાઉન્ડમાં વાહનો રસ્તામાં નડતર થાય તે રીતે આડેધડ કોઇપણ જગ્યાએ પાર્ક કરવામાં આવે છે. જેથી ખૂબ જ ગેરવ્યવસ્થા સર્જાઈ રહી છે. જેને ધ્યાને લઈ મોરબી મધ્યે કાર્યરત તમામ અદાલતોના કર્મચારીઓ, તમામ વકીલો તેમજ કોર્ટ કાર્યવાહી સબબ આવતા તમામ પક્ષકારોએ પોતાનું વાહન કોર્ટ કમ્પાઉન્ડમાં વાહન પાર્કીંગ માટે નિયત કરવામાં આવેલ જગ્યા સિવાય રસ્તામાં નડતર થાય તે રીતે આડેધડ પાર્ક કરવુ નહી અન્યથા જે તે વાહન ડીટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવશે.

- text

આ પરીપત્રનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેમજ પરીપત્રના અમલનો ભંગ કરનાર સામે ગંભીર પગલા લેવામા આવશે, તેમ મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ. ડી. ઓઝા દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text