મોરબી : રોકડ પુરસ્કાર મેળવવા મહિલા ખેલાડીઓ 15મી ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકશે

- text


મોરબી : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજય કક્ષાની શાળાકીય/ ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં. ૧૪ , ૧૭, ૧૯ અને સ્કૂલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલા) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરીને તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી, કચેરીને મળી રહે તેવી રીતે અરજી મોકલવાની રહેશે. વધુમાં વર્ષ-૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧માં રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ મહિલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે. વધુ માહિતી માટે મો.નં.૮૪૬૯૯૨૨૯૦૫ પર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચ મોરબી દ્વારા જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text