અમદાવાદથી મોરબી આવી પહોંચેલ બાળાનું પરીવાર સાથે મિલન

- text


સખી વેન સ્ટોપ સેન્ટર દ્વારા બાળાને પરિવાર જેવી હૂંફ આપી પરિવાર સાથે મિલન કરાવાયું

મોરબી : અમદાવાદથી ઘરે જાણ કર્યા વગર નીકળી ગયેલ બાળા રાત્રીના સમયે મોરબી આવી પહોંચતા સદગૃહસ્થે ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટને જાણ કરી બાળકીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો. બાદમાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે બાળકીને પરિવાર જેવી હૂંફ આપી કાઉન્સિલિંગ કરી માતાપિતાનો પતો મેળવી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મહીલા અને બાળ વિભાગ મોરબીના અધિકારી શૈલેષભાઈ અંબારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સખી–વન સ્ટોપ સેંટર પર તારીખ ૧૬-૦૯-૨૦૨૧ ના રોજ અમદાવાદથી એક બાળા ઘરે કોઇને કહયા વગર નિકળી ગયેલ. બાળા મોરબીમાં રાત્રે ૨:૦૦ વાગ્યાની આસપાસ પહોંચીને રાત્રે આમતેમ ભટકતી હતી. તેવામાં મોરબીના સરદારબાગ પાસે મધર ટેરેસાના સુરેશભાઈ ત્રીવેદીને નજરમાં આવતા DCPUને જાણ કરવામા આવતા તેમણે સખી-વન સ્ટૉપ સેંટરમાં બાળાને તારીખ ૧૭-૯-૨૦૨૧ ના રોજ વન સ્ટૉપ સેંટર પર રીફર કરેલ. બાળા સેંટર પર આવેલ તે સમયે ગભરાયેલ હોય, સાચી માહીતી આપેલ ન હતી.

- text

બાદમાં બાળાનુ સખી-વન સ્ટૉપ સેંટરના સ્ટાફ દ્વારા વારંવાર કાઉંસેલિંગ કરવામાં આવતા બાળાએ પોતાની સાચી માહીતી આપતા અમદાવાદના નવા વાડજ પોલિશ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ. ત્યાના પી.એસ.આઈ. ચૌધરી મેડમે તેમના પરીવારની શોધખોળ કરતા બાળકી અમદાવાદના નવા વાડજમાં રહેતી હોવાનું સ્પષ્ટ બન્યું હતું અને તેઓને મોરબી સખી- વન સ્ટોપ સેંટરમાં આવવા માટે જાણ કરવામાં આવેલ જેથી બાળાના પરીવારને સખી-વન સ્ટૉપ સેંટર પર બોલાવી તેઓનુ કાઉસેલિંગ કરેલ. અને વાલીના ડોક્યુમેંટની ખરાઈ કરી. બાળા તેમના પરીવાર સાથે જવા માંગતા હતા. તેથી બાળાનો કબ્જો તેમના પરીવારને સોંપવામાં આવેલ. બાળા તથા તેમના પરીવારના આંખમાં હર્ષના આંસુ આવી ગયેલ તેઓએ સખી- વન સ્ટોપ સેંટરનો આભાર વ્યક્ત કર્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text