હળવદમાં તોકતે વાવાઝોડા અસરગ્રસ્ત અગરીયાઓને સહાય ચૂકવાની માંગ

- text


જિલ્લા પંચાયતના સદસ્ય અને સમસ્ત અગરિયા સમુદાય હળવદ તાલુકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

હળવદ : ગુજરાત રાજયમાં જે તોકતે વાવાઝોડુ આવ્યું હતું. તેમાં હળવદ તાલુકાના મીઠું પકવતા અગરીયાઓને પારાવાર નુકશાન થયું હતું. આ સર્વ અગરીયા દ્વારા સરકાર સમક્ષ રજુઆતો કરતા સરકાર દ્વારા રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવેલ હતી.પરંતુ હજુ સુધી આ સહાય ચૂકવાઈ નથી. આથી મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મીઠા કામદાર અગરીયાઓને તોકતે વાવાઝોડા દરમ્યાન સરકારએ જાહેર કરેલ વળતરની રકમ ચુકવવાની માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું હતું.

જિલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલ અને સમસ્ત અગરિયા સમુદાય હળવદ તાલુકાએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અગરીયાઓ ને ૧(એક) એકર દીઠ રૂપીયા-૩૦૦૦ અંકે રૂપીયા ત્રણ હજારની એમ વધુમાં વધુ દસ એકર સુધીની સહાય આપવાની જાહેરાત કરેલ હતી. અને જિલ્લા ઉદ્યોગ કચેરી મારફત રાહત પેકેજના ફોર્મ વિતરણ કરીને મીઠું પક્વતા અગરીયાઓના મીઠાના ધોવાણ અંગેનો સર્વે હાથ ધરીને તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં અગરીયાઓ મળવાપાત્ર સહાયના આધાર પુરાવાઓ સાથેના ફોર્મ ભરીને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે એની અંતીમ તારીખ પહેલા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ રજુ કરેલ હતા.

- text

વધુમાં જણાવ્યું હતું કે, આ મીઠા કામદાર અગરીયાઓને હજુ સુધી સરકાર દ્વારા કોઈ વળતરની રકમ ચુકવવામાં આવેલ નથી. આમ ત્રણ માસ જેટલો સમય થઈ ગયેલ હોવા છતાં હજુ સુધી વળતર આપેલ નથી. આથી રાજય સરકારે જાહેર કરેલ તોકતે વાવાઝોડાના વળતર બાબતે સંબંધિત વિભાગ દ્વારા આ મીઠા કામદારોને તાત્કાલીક ધો૨ણે વળતર ચુકવવા માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text