સિરામીક, પોલીપેક અને ઘડિયાળની નિકાસ માટે 25મીએ મોરબીમાં કોન્કલેવ

- text


સિરામીક એસોસિએશન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત એકસપોર્ટ માટે અપાશે માર્ગદર્શન

મોરબી : મોરબીના સીરામીક, ઘડિયાળ સહિતના ઉધોગો હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને ઉધોગોના એક્સપોર્ટમાં વિપરીત અસર પડી છે. ત્યારે ઉધોગોનું એક્સપોર્ટ કેવી રીતે વધે તે અંગે ચર્ચા વિચારણા અને યોગ્ય માર્ગદર્શન માટે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે DGFT રાજ્કોટ તેમજ જીલ્લા ઉધોગ કેન્દ્ર- મોરબી અને મોરબી સિરામીક એશોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે 25મીએ એક્સપોર્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે તમામ જિલ્લા ખાતે એક્સપોર્ટ કોન્કલેવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત DGFT રાજ્કોટ તેમજ જીલ્લા ઉધોગ કેન્દ્ર- મોરબી અને મોરબી સિરામીક એશોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે ફ્રી એક્સપોર્ટ કોન્કલેવનુ આયોજન આગામી તા.25 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 કલાકે હોટેલ The Fern Residency ખાતે કરવામાં આવ્યું છે. જેમાં નિકાસને લગતી બાબતોના વિવિધ નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

- text

આ ઉપરાંત જિલ્લાના નિકાસકારોને નિકાસને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.​ આ એક્સપોર્ટ કોન્કલેવમાં મોરબી જિલ્લામાં ઉત્પાદિત થતી અને વિદેશમાં નિકાસ થતી વિવિધ પ્રકારની પ્રોડ્ક્ટસ જેમ કે સિરામીક ટાઇલ્સ, સેનેટરીવેર્સ, પીવીસી પાઇપ, પીવીસી ટેન્ક, પીવીસી રીસાયકલ સીટ, પોલીપેક, લેમીનેટસ, પેપર, ઘડીયાલ, ગીફટ આર્ટીકલ અને ફૂડ પ્રોડક્ટ બનાવતા હોય તેમના માટે આ કાર્યક્રમ યોજવામાં આવનાર હોય, સૌ ઉધોગકારોને ઉક્ત Conclaveમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે, આ Conclave નો કોઈ ચાર્જ લેવામા આવનાર નથી અને જો કોઇને તેઓની પ્રોડ્ક્ટસનું ડીસ્પલે કરવું હોય તો તેનો પણ કોઈ ચાર્જ લેવામા આવનાર નથી. જેની પણ નોંધ લેવી. આ Conclave માં ભાગ લેવા માટે નોંધણી કરવા નીચે દર્શાવેલ લીંકમા રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. એક્સપોર્ટમા રસ ધરાવનાર તમામ લોકોને આ Conclave નો લાભ લેવા અપીલ છે.

રજીસ્ટ્રેશન લીંક :

https://docs.google.com/forms/d/1jMhpsxaWWXZZVxejq5eaTJj7s7NBCxRsJSmuUgS6oG4/edit


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text