હળવદમાં ભાજપની સંકલ્પ યાત્રા અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ

- text


હળવદ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ દ્વારા યોજાયેલ સંકલ્પ યાત્રા અન્વયે હળવદ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રના વિકાસને વધુ પ્રગતિશીલ બનાવવા, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શરૂ કરાયેલ યુવા સંકલ્પ યાત્રા સંદર્ભે આજરોજ હળવદ યુવા ભાજપ દ્વારા હળવદ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હળવદના રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા અને ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, વલ્લભભાઈ પટેલ, તપનભાઈ દવે, સંદીપભાઈ પટેલ, કમલેશભાઈ ધારીયાપરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા રવિભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા, મેહુલભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સોરીયા, મૌલેશ મહેતા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text