ટંકારાના ઓટાળા ગામે શ્રાવણીયો જુગાર રમતા નવ ઝડપાયા

- text


પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા ૨૧૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

ટંકારા : સાતમ આઠમના તહેવારો શરૂ થતાની સાથે શ્રાવણીયા જુગારની બદી વધુને વધુ સર્વવ્યાપી બનતા પોલીસે શ્રાવણીયા જુગાર પર કાબુ મેળવવા તવાઈ યથાવત રાખી છે. જેમાં ટંકારા પોલીસે બાતમીના આધારે ટંકારાના ઓટાળા ગામે શ્રાવણીયો જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા ૨૧૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ હકિકત આધારે ટંકારાના ઓટાળા ગામે કોળીવાસમા દરોડા પાડી ત્યાં જુગાર રમતા આરોપીઓ અલ્પેશ ઉર્ફે કનો મશરૂભાઈ ગોલતર, રાજુભાઈ રણછોડભાઈ પીપળીયા, નથુભાઈ ગંગારામભાઈ છીપરીયા, શ્રવણભાઈ મનસુખભાઈ આડેસરા, સાગરભાઈ મનસુખભાઈ છીપરીયા, સાગરભાઈ સક્તાભાઈ ગોલતર, મનોજભાઈ વાલજીભાઈ છીપરીયા, શૈલેષભાઈ મનસુખભાઈ આડેસરા, ભરતભાઈ બાબુભાઈ વાણીયાને રોકડા રૂ ૨૧૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

આ જુગારની રેઇડની કાર્યવાહીમાં ઉપરોકત પો.સબ.ઇન્સ.બી.ડી. પરમાર તથા સર્વલન્સ સ્કવોડના પો.હેડ.કોન્સ વિજયભાઈ બાર તથા પો.હેડ.કોન્સ એન.જે.નીમાવત તથા પો.કોન્સ હિતેષભાઈ ચાવડા તથા પો.કોન્સ-સિધ્ધરાજસિંહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ ખાલીદખાન રફીકખાન સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text