માળીયાના ખેડૂત આંદોલનને કિશાન સંઘનો ટેકો

- text


કલેક્ટરને રજુઆત કરી માળીયા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાની માંગ કરી

મોરબી : માળીયા તાલુકાના 14 ગામોના ખેડૂતોએ સિંચાઇ મુદ્દે આજથી ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે ત્યારે આ ખેડૂત આંદોલન મોરબી ભારતીય કિશાન સંઘે ટેકો જાહેર કરી કલેક્ટરને રજુઆત કરી માળીયા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે તાકીદે પાણી મળવા આપવાની માંગ કરી છે.

કિશાન સંઘે કલેક્ટરને રજુઆત કરી હતી કે, માળીયા તાલુકાના ખેડુતોને નર્મદાની નહેર દ્વારા સિંચાઇ માટે મળવાપાત્ર પાણી ન મળવાથી અવાર નવાર ખેડૂતો પરેશાન થાય છે તથા આ મુદ્દો ચર્ચાનો વિષય બને છે. ભૂતકાળને જોતા આજ સુધી જે ઘટનાઓ બની તેનુજ પુનરાવર્તન થતું હોય એવું લાગે છે તો આ પરિસ્થિતીમાં કોઇ કાયમી અને સ્થાયી ઉકેલ આતે તે માટેની આ રજૂઆત છે.

જો ટૂંક સમયમાં માળીયા તાલુકાના ખેડુતોને કેનાલ વાટે પિયત માટે પાણી નહિ મળે તો આવનારા સમયમાં ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી જે કાર્ય કરવું ઘટે તે માટે કિસાન સંઘ પ્રતિબદ્ધ છે.

- text

ભારતીયા કિસાન સંઘ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર લેવલે પણ આ બાબતની અનેકવાર ચર્ચા થયેલ હોય ત્યાના આદેશો પણ સ્પષ્ટ હોય તેની અમલવાર સખ્તાઈથી કરવા તથા જો એમ કરવાથી પરિણામ ન મળે તેવી પરિસ્થિતીમા જે વિસ્તારમા પાણીની ચોરી થતી હોય તે વિસ્તારના ફિડરો બંધ કરવા કિશાન સંઘે રજુઆત કરી છે.

માળીયા તાલુકાના ખેડૂતોને પાણી મળે તે માટે કોઇપણ સમુહ, વ્યક્તિ, સંગઠન કે સંસ્થા દ્વારા ધરવામાં આવતી કોઇ પણ પ્રવૃત્તી કાર્ય આંદોલન ધરણા કે ઉપવાસ જેમાં રાષ્ટ્રની સંપત્તિને નુકશાન કરવામાં ન આવતું હોય તે પરિસ્થિતીમાં ઉપરોક્ત તમામને કિસાન સંધનો જાહેર ટેકો હોવાનું અંતમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text