ટંકારાના કલ્યાણપર ગામે પંચવટી યોજના હેઠળ બાળ ક્રીડાંગણ તૈયાર

- text


યુવા સરપંચે શહેરને ટક્કર મારે તેવું ગોકુળિયું ગામ બનાવ્યું

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપરના કર્મનિષ્ઠ યુવા સરપંચે બાળકોના મનોરંજન માટે સરકારની પંચવટી યોજના હેઠળ અંદાજે દોઢ લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી બાળકો માટે નમૂનેદાર બાળ ક્રીડાંગણની ભેટ આપી છે.

ટંકારા તાલુકાના કલ્યાણપર ગ્રામ પંચાયતના જાગૃત અને યુવા સરપંચ દિનેશભાઈ વાધરિયા ગામના વિકાસ કાર્ય માટે ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યા છે. આઝાદી બાદ ગ્રામલોકોની સુવિધા માટે ગામને જોડતો ડામર રોડ, ગ્રામ્ય યુવા કમિટી અને સોશ્યલ મિડિયા ગ્રુપ, અવલમંજીલે ઓક્સિજન પાર્ક, સીસીટીવીથી સજ્જ મુખ્ય બજાર, ટોકન ઉપર પાચ રુપિયામા બે હાંડા ફિલ્ટર પાણી, ખેડૂતો માટે મિતાણા ડેમમાંથી સિંચાઈનુ જળ અને સરકારી યોજના ઉબરે જઈ અમલવારી કરાવવામાં સફળતા મેળવ્યા બાદ ગામના બાળકો માટે પંચવટી યોજના હેઠળ સુંદર મજાનો બગીચો અને રમત ગમતના સાધનોથી સજ્જ ક્રિડાધર તૈયાર કરી બાળકોને ભેટ ધરવામાં આવ્યું છે.

- text

શિક્ષિત સરપંચ દિનેશભાઈ વાધરિયા એ જણાવ્યું હતું કે અમારા કલ્યાણપરને નમૂનેદાર ગોકુળિયું બનાવવા પંચાયતની ટીમના તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા 5એમજ તાલુકા વિકાસ અધિકારીથી લઈ તમામ ગ્રામજનો અને રાજકીય અગ્રણી પણ મદદ કરે છે. ત્યારે સરપંચ તરીકે મારી જવાબદારી બને છે કે મારૂ બેસ્ટ આપવુ જે કરવા માટે તેઓ કાયમ તત્પર હોવાનું અંતમા જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text