મોરબીમાં જન્માષ્ટમીએ બાળકો માટે ડિજિટલ “રાધા-કૃષ્ણ” સ્પર્ધા તથા મટકીફોડ યોજાશે

- text


જાહેર મટકીફોડના કાર્યક્રમ પર પ્રતિબંધને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ડિજિટલ કાર્યક્રમ યોજવા નિર્ણય

મોરબી : સરકાર દ્વારા જન્માષ્ટમી પર્વે શોભાયાત્રામાં 200 વ્યક્તિને છૂટ સાથે મટકીફોડની મનાઈ ફરમાવતા આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકો માટે ડિજિટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા અને મટકી ફોડનું આયોજન કરી સરકારની નીતિનો વિરોધ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી તા.૩૦ સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા નક્કી કરી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ડિજિટલ “રાધા-કૃષ્ણ” સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ છે. જન્માષ્ટમીના દીવસે નાના બાળકોને પોતાના ઘરે રાધા અથવા કૃષ્ણ ભગવાનના વસ્ત્રો પરિધાન કરાવવાના રહેશે. તેમજ ૧.૫ થી ૨ મીનીટનો વિડીયો બનાવી સંસ્થાના કૌશલભાઈ જાની વોટ્સએપ નંબર ૭૦૬૯૬ ૭૫૨૧૯ અથવા વિશાલભાઈ ગણાત્રા વોટ્સએપ નંબર ૮૨૩૮૪ ૬૬૨૦૨ પર વોટ્સએપ દ્વારા મોકલવાનો રહેશે.

- text

બાળકો દ્વારા વક્તવ્ય, ગીતાજીના શ્લોક અથવા પરિવારના સભ્યો સાથે રહી પોતાના નિવાસ સ્થાને જ મટકીફોડનો કાર્યક્રમ યોજી બાળકોના વરદ્ હસ્તે મટકીફોડ યોજી તેનો વિડીયો બનાવી તા.૩૦ સોમવારના રોજ સંસ્થાના ઉપરોક્ત વોટ્સએપ નંબર પર મોકલવાનો રહેશે. વિડીયો સાથે બાળકનુ નામ, ગામ, વાલીનો સંપર્ક નંબર, બાળકના આધાર કાર્ડ અથવા જન્મનુ પ્રમાણપત્રનો ફોટો મોકલવાનો રહેશે.

વિજેતા સ્પર્ધકોને સંસ્થા તરફથી ઈનામ તથા દરેક સ્પર્ધકોને આશ્વાસન ઈનામ પણ આપવામાં આવશે. સ્પર્ધામા મોરબી જીલ્લામા સમાવિષ્ટ મથકના બાળકો ભાગ લઈ શકશે. વધુ માહીતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંત્રી નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮ ૮૦૫૮૮ ઉપર સંપર્ક કરવા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ યાદીમા જણાવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના ગાઈડલાઈન મુજબ મટકી ફોડ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુક્ત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કાયદાની મર્યાદામા રહી ડિજિટલ જન્માષ્ટમીની ઉજવણી કરી, ઘરે-ઘરે મટકી ફોડ કરી શ્રી કૃષ્ણ જન્મોત્સવ વધાવવાનુ નિર્ધારિત કરવામા આવ્યુ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text