દાગીના ધોવાના બહાને સોનું તફડાવતા 1 ઝડપાયો : એક નાસી છૂટ્યો

- text


હળવદ તાલુકાના રણમલપુર ગામનો બનાવ

ગ્રામજનોની જાગૃતતાથી ગઠિયો ઝબ્બે

હળવદ : હળવદ શહેર અને આસપાસના ગામોમાં સોના ચાંદીના દાગીના ધોઈને ચોખા ચણાક કરી દેવાના બહાને સોનાના દાગીના ઉપરથી સોનુ ઉતારી દેવાનો બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના રણમલપુર ગામે બન્યો હતો. જો કે, ગ્રામજનોની સતર્કતાથી એક ગઠિયો દબોચી લઈ પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રણમલપુર ગામના અમૃતભાઈ ઝલાભાઈ પટેલના ઘરે જઈને બે બિહારી શખ્સોઓ તમારા તાંબાના વાસણ ધોઈ આપીએ કહીને ઘર આવી પહોંચીયા હતા. ત્યારે મહિલાએ તાંબાના અને પિત્તળના વાસણા આપીને બિહારી યુવાનને કેમિકલ દવા લગાવીને વાસણા ચોખ્ખા ચણાક કરી દીધા હતા.

- text

જો કે મહિલાઓને લાલચ આવી જતા ત્યારબાદ સોના અને ચાંદીના દાગીના ચોખ્ખા ચણાક કરી આપવાનું કહેતા મહિલાઓ વિશ્વાસમાં આવી જતા બે બિહારી યુવાન બે તોલાનો સોનાના ચેઈન પર કેમિકલ પાણી દવા લગાવી સોનાનો ચેન એક તોલા કરીને સોનુ ઉતારી લેવાનો પ્રયાસ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા અને એક શખ્સને ગામ લોકોએ ઝડપી પાડયો હતો. જ્યારે મોકાનો લાભ લઇ એક શખ્સ નાસી છુટ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગામલોકોની મદદથી બિહારી યુવાનને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text