માળીયાના વેણાસર ગામે જુગાર રમતા 6 ઝડપાયા

- text


માળીયા : શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠતા પોલીસે જુગારીઓ ઉપર તવાઈ ચાલુ રાખી છે. જેમાં માળીયા પોલીસે બાતમીના આધારે માળીયા તાલુકાના વેણાસર ગામે જુગાર રમતા 6 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ રૂ.12200 ની રોકડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ જુગારની રેઇડની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે સામીપરામા જાહેરમા કેટલાક આરોપીઓ ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા હોવાની બાતમી મળતા માળીયા પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા આરોપીઓ વિપુલભાઇ કાનાભાઇ લોલાડીયા, ગુણવતભાઇ રાસીગભાઇ કુવરીયા, પ્રવીણભાઇ ગોવિદભાઇ લોલાડીયા, પ્રભુભાઇ ગેલાભાઇ કવરીયા, ઉમેશભાઇ ચંદુભાઇ રાપુસા, રાહુલભાઇ ભુપતભાઇ ઉડેચાને રોકડા રૂપીયા ૧૨,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

માળીયા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, મહેશભાઇ બાલાસરા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ સંજયભાઈ રાઠોડ તથા જયપાલભાઈ લાવડીયાએ જુગારની રેઇડની કામગીરી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text