ટંકારાના હડમતીયા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા : બે નાસી છૂટ્યા

- text


જુગારના પટ્ટમાંથી 23,900 રોકડા કબ્જે કરતી પોલીસ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે કેનાલ કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા.

- text

ટંકારા પોલીસ ટીમે ગઈકાલે સાંજે હડમતીયા કેનાલ કાંઠે દરોડો પાડી જુગાર રમતા વીમલભાઈ, રતિલાલ જેરાજભાઈ સીણોજીયા રહે. હડમતિયા અને અરવિંદભાઈ જાદવજીભાઈ સીણોજીયા રહે. હડમતિયાને રોકડા રૂપિયા 23,900 સાથે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઈ આરોપી દિલીપભાઇ મહાદેવભાઈ કામરીયા રહે. હડમતિયા અને દર્શનભાઈ હરકાંતભાઈ વામજા રહે. હડમતિયા વાળાઓ નાસી છૂટતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text