માળીયા નર્મદા બ્રાંચ કેનાલ ખાલીખમ ખેડુતોમાં દેકારો : ૧૩ ગામના ખેડૂતોએ મોરચો માંડ્યો

- text


માળીયા પંથકમાં ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે સરકારે પાણી આપવા હાથ ઉંચા કરી દેતા ખેડુતોની કફોડી દશા : તમામ ખેડૂતોની મામલતદાર કચેરી તરફ આગેકુચ

માળીયા (મી.) : માળીયામિંયાણા નર્મદા બ્રાંચ કેનાલ તળીયા ઝાટક થઈ જતા પંથકના ૧૩ ગામના મોટી સંખ્યામાં ખેડૂતો પાણી આપવા બાબતે કેનાલ કાંઠે એકત્રીત થયા છે. માળીયા પંથકમાં હજારો હેકટરમાં ખરીફ પાક હવે ખતમ થવાની અણી ઉપર હોય મહામુલો ઉભોપાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાતા પાણી આપવાની માંગ સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો છે.

માળીયા પંથકના ૧૩થી વધુ ગામોના ખેડૂતોએ કેનાલના પાણીએ આગોતરા વાવેતર કરી ચુક્યા છે. બીજી તરફ વરૂણ દેવના આકાશી લોકડાઉન બાદ કેનાલ પણ તળીયા ઝાટક થઈ જતા ખેતરોમાં ઉભો પાક સુકાય રહ્યો છે. જેથી આજરોજ માળીયા બ્રાંચ કેનાલ ઉપર વેણાસર રોડ પર મોટી સંખ્યામાં ખેડૂતોના ટોળા એકત્રીત થયા હતા અને પાણી બાબતે ફરી ખેડૂતોને નછુટકે કેનાલ કાંઠે એકત્રીત થવા મજબુર બન્યા છે. જ્યા ખેડૂત આગેવાનોએ મિટિંગ યોજી હતી અને બહોળી સંખ્યામાં એકત્રીત થયેલા ખેડુતો માળીયા મામલતદાર કચેરી તરફ આગેકૂચ કરી હોવાનુ જાણવા મળ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text