મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારના નવ દરોડા : આઠ મહિલા સહીત 50 જુગારી પકડાયા

- text


મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયામાં જુગાર દરોડા દરમિયાન 2લાખથી વધુની રોકડ સાથે 3.70 લાખનો મુદામાલ જપ્ત

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધોકાર ચાલી રહ્યો છે ત્યારે પોલીસ પણ જુગારની બદી ડામવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. જે અન્વયે ગઈકાલે જિલ્લા પોલીસ ટીમે જુદા-જુદા નવ દરોડામાં આઠ મહિલા સહીત 50 જુગારીઓને 2 લાખથી વધુની રોકડ સાથે 3.70 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગારના પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે નેકનામ ગામે દરોડો પાડી અરવિંદસિહ રમુભા ઝાલા, રમેશભાઈ નાથાભાઈ પરમાર, વિરેંદ્રસિહ ખુમાનસિહ ઝાલા, વિરેંદ્રસિહ ભવાનસિહ ઝાલા, દિનેશભાઈ સુરજીભાઈ લોરીયા, શક્તીવન છગનભાઈ ભોરણીયા, જયેશભાઈ નારણભાઈ દલસાણીયા અને ક્રુષ્ણસિહ ભવાનસિહ ઝાલાને જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂ. ૪૩૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૮ કિ.રૂ.૨૧૫૦૦ અને મોટર સાયકલ નંગ ૦૫ કિ.રૂ.૧૪૦૦૦૦ મળી કુલ રૂ.૨૦૪૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દશરથસિંહ સજુભા ઝાલા, લાખાભાઇ જીવાભાઇ કુછડીયા, સંજયભાઇ જમનભાઇ ખંગારીયા અને પરબતભાઇ ભીખાભાઇ કરંગીયાને આંણદપર ગામની સીમમાં આવેલશિવ શકિત સ્ટોન નામની ઓફીસમા જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂ.૩૭૦૦૦ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે રામકૃષ્ણનગરમાં દરોડો પાડી સોનલબેન નવીનભાઈ ગોવિંદભાઈ ગુર્જર, નીતાબા નટુભા ઝાલા, જોષનાબેન રામજીભાઈ ખખ્ખર, ચેતનાબેન નવીનભાઈ ગુર્જર, સાહીનબેન નુરમામદભાઈ સુમરા અને જયાબેન રમેશભાઈ લાલુકીયાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.૩૨૨૦૦ કબ્જે કર્યા હતા.

- text

જયારે ચોથા દરોડામાં હળવદ પોલીસે દશામાં માતાજીના મંદીર પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા જીજ્ઞેશભાઇ નારુભાઇ ચારોલા, દેવાભાઇ ખોડાભાઇ મરીયા, મહેશભાઇ ધરમશીભાઇ ચારોલા, વિનુભાઇ ઉર્ફે વિભો દેવશીભાઇ રાતૈયા, લાલજીભાઇ દેવશીભાઇ રાતૈયા, રમેશભાઇ ગોરધનભાઇ ચારોલા અને બળદેવભાઇ ભીખાભાઇ કોપણીયાને રૂા.૧૪૭૬૦ રોકડા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

પાંચમા દરોડામાં માળીયા મિયાણા પોલીસે જીતેન્દ્રભાઇ દિનેશભાઇ શંખેશરીયા, નાગજીભાઇ વશરામભાઇ કૈલા અને ઘોઘજીભાઇ લક્ષમણભાઇ પરસુડાને ખાખરેચી ગામે જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપીયા-૧૧,૭૦૦ કબ્જે કર્યા હતા.

છઠ્ઠા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વીસીપરા ખડીયાપરામાથી સંજય ઉર્ફે ગોમત અવચરભાઇ જંજવાડીયા, વિજયભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા, અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા અને મેરૂભાઇ હકાભાઇ ઢીંગલીયાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા-૧૧૧૭૦ કબ્જે કર્યા હતા.

ઉપરાંત સાતમા દરોડામાં પણ બી ડિવિઝન પોલીસે ઈન્દીરાનગરમાંથી વિજયભાઈ તુલસીભાઈ સોલંકી, પારસભાઈ હીરાભાઈ ધોળકીયા, રમેશભાઈ રામજીભાઈ વરાણીયા, સંજયભાઈ હરીભાઈ ટીડાણી, તનવીરખાન મહેતાબખાન ખાન, સરોજબેન સંજયભાઈ ટીડાણી અને અમૃતાબેન રમેશભાઈ વરાણીયાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા-૧૦૧૧૦ કબ્જે કર્યા હતા.

આઠમા દરોડામાં વીસીપરા જુનીજેલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે વિરજીભાઇ માધુભાઇ પીપળીયા અને ભરતભાઇ દિનેશભાઇ અદગામાને તીનપતી રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા-૨૬૧૦ કબ્જે કર્યા હતા.

જયારે નવમા દરોડામાં વાંકાનેર પોલીસે ભાટિયા સોસાયટીમાં દશામાના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને રૂપિયા 27750 હજાર રોકડા સહીત 42750ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text