મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા રક્ષાબંધન વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન

- text


જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૩ ઓગષ્ટથી ૧૩ સપ્ટેમ્બર તેમજ રાજય કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે

મોરબી : મુખ્યમંત્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી ‘મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ’ ના અભિયાનની નવતર પહેલ કરી છે. આ હેતુને પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.

જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર ‘રક્ષાબંધન’ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મ તારીખ, સ્કુલનું નામ, મોબાઇલ નંબર, ઇ-મેઈલ આઈડી લખી અને સાથે આધાર કાર્ડની નકલ તા.૧૩ સપ્ટેમ્બર બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/ ૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ, મોરબી ખાતે મોકલવાનું રહેશે.

- text

રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦ વ્યક્તિદિઠ ઇનામો આપવામાં આવશે. તેમજ તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text