ઘોડાધ્રોઈ નદી ઉપરના પુલના કામમાં લોટ, પાણી ને લાકડા!

- text


મોરબીના ચકમપર ગામના સરપંચની અનેક રજુઆત છતાં નબળું કામ કરનાર એજન્સી સામે કોઈ કાર્યવાહી ન થતા ભારે રોષ

મોરબી : મોરબી તાલુકાના ચકમપર-જીવાપર ગામ વચ્ચે આવેલ ધોડાધ્રોઈ નદી ઉપરના પુલના કામમાં લોટ, પાણી ને લાકડા જેવી હલકી કક્ષાની કામગીરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે. આ કામ ભારે નબળું થતું હોવાની ચકમપર ગામના સરપંચની અનેક રજુઆત છતાં નબળું કામ કરનાર એજન્સી સામે કોઈ કાર્યવાહી ન થતા ભારે રોષ વ્યાપી ગયો છે. આથી સરપંચે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને આ ગંભીર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી તાલુકાના ચકમપર ગામના સરપંચ પરસોતમભાઈ ગાંડુંભાઈએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના ચકમપર-જીવાપર ગામ વચ્ચે આવેલ ઘોડાધ્રોઈ નદી ઉપરના પુલનું કામ વર્ક ઓર્ડર મુજબ જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવતું જ નથી. આ પુલનું કામ એકદમ નબળું થાય છે. લોટ, પાણી ને લાકડા જેવી હલકી કક્ષાની કામગીરી થાય છે. આ નબળા કામ અંગે તેઓએ અનેક વખત મોરબી માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી છે. તેમ છતાં મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જવાબદાર એજન્સી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

- text

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પુલ બનાવનાર આ એજન્સીને કામની મુદત 11 માસની મુદત આપવામાં આવી છે. પણ આ એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય ક્યાં કારણોસર એન્જસીને ટર્મિનેટ કરાતી નથી. તેવો સવાલ ઉઠાવી આ એજન્સીની અધિકારીઓ સાથે મિલીભગતથી નબળું કામ થઈ રહ્યાનો આક્ષેપ કર્યો હતો. પુલના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી આ કામ તાકીદે અટકાવી જવાબદારો સામે પગલાં લેવા અને પુલનું યોગ્ય રીતે કામ કરાવવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text