વાડીમાં જુગારની ખેતી!! પોલીસે દરોડો પાડતા ચાર ઝડપાયા, ચાર ફરાર

- text


હળવદના માલણીયાદની સીમમાં વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું 

રૂ. 58,700 હજારની રોકડ કબ્જે

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે વાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામને સ્થાનિક પોલીસે ઝડપી લીધું છે. આ જુગારના પટમાંથી પોલીસે રૂ.58,700 હજારની રોકડ કબ્જે કરી ચાર જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે ચાર જુગારીઓ અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા.

હાલ પવિત્ર શ્રાવણ માસમાં કેટલાક લોકોનો જુગાર રમવાનો સમય આવ્યો હોય તેમ રોજબરોજ પોલીસના હાથે જુગાર રમતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે ગત રાત્રીના જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહી-જુગાર જેવી પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા સૂચના કરવામાં આવેલ હોય જે અંગે હળવદ પી.આઈ. પી.એ દેકાવાડિયાએ આયોજન કરી પ્રોહી, જુગારની કામગીરી કરવા સર્વેલન્સ કોડના પોલીસ જવાનોને સુચના આપતા યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, મુમાભાઈ કલોત્રા, દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં આવેલ અરવિંદભાઈની વાડીએ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા આઠ શખ્સો નજરે પડ્યા હતા. જોકે ચાર પોલીસને જોઇ નાસી છૂટયા હતા. જ્યારે ચારને રૂ. 58,700ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પોલીસના સર્વેલન્સ સ્કોડ દ્વારા પાછલા દસ દિવસમાં દારૂ- જુગારની નોંધપાત્ર કામગીરી કરી દારૂ-જુગારની બદિ સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ ઉભો કરી દીધો છે. પોલીસે પાડેલા દરોડા દરમિયાન વાડી માલિક અરવિંદભાઈ (રહે માલણીયાદ), રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ (રહે. જુના માલણીયાદ), જીવણભાઈ (રહે. જુના માલણીયાદ), અશોકભાઈ (રહે. એંજાર) ઝડપાઇ ગયા હતા. જ્યારે ભુરાભાઈ દલવાડી (રહે. માલણીયાદ), હસમુખભાઈ દલવાડી (રહે. માલણીયાદ), જયેશભાઈ દલવાડી (રહે. હળવદ) તથા ભરતભાઈ ઉર્ફે પંપો (રહે. માલણીયાદ) સહિત ચાર પોલીસને જોઇ ભાગી છૂટયા હતા.

જુગારના આ દરોડામાં ઝડપાયેલ શખ્સોને પોલીસ મથકે લઇ આવી તેમજ ફરાર થઈ ગયેલ ચાર શખ્સો મળી કુલ આઠ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હળવદ પોલીસ દ્વારા હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text