ચરાડવામાં 88 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ટાઉન બીટમાંથી સતત બીજા દિવસે દારૂ સાથે એક શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલા શખ્સના રહેણાંક મકાનમાંથી 88 બોટલ દારૂ મળી આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ પી.આઈ પી.એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા, મનસુખભાઈ સહિતના પોલીસ જવાનો દ્વારા ગતરાત્રીના ચડવા ગામે રહેતા દિનેશભાઈ કાનજીભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં 88 બોટલ ઇંગ્લિશ દારૂની મળી આવી હતી.

જેથી પોલીસ દ્વારા આરોપી દિનેશ પરમારની અટકાયત કરી રૂપિયા 26,400ના દારૂના જથ્થા સાથે આરોપીને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને હજુ આ શખ્સ પાસે અન્ય દારૂનો જથ્થો છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text