માળીયા-હળવદ હાઇવે ઉપર લૂંટને અંજામ આપતા લૂંટારુઓ

- text


અલ્ટો કારમાં આવેલા ચાર લૂંટારુઓએ ટ્રક ડ્રાઇવરના પગ ભાંગી નાખ્યા 

લૂંટારુઓ 15 હજાર રોકડ અને મોબાઈલ લઈ અંધારામાં ઓગળી ગયા

હળવદ : માળીયા હળવદ હાઇવે ઉપર રાત્રીના અંધકારનો લાભ લઇ અલ્ટો કારમાં આવેલા ચાર લૂંટારુઓ ટ્રક ચાલકને આંતરી લોખંડના પાઇપથી હુમલો કરી રૂપિયા 15 હજાર રોકડા અને મોબાઈલની લૂંટ કરી અંધારામાં ઓગળી ગયા હતા. લૂંટારુઓએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકને પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેરથી ટ્રકમાં ઈટો ભરી દસાડા ખાલી કરી મોરબી તરફ જઈ રહેલા ભાવેશગીરી મનસુખગીરી (રહે.શાપર-વેરાવલ, શાંતિરામ સોસાયટી, રાજકોટ)ને હળવદ હાઈવે ઉપર કોયબા ગામના પાટીયા પાસે, આજે રાત્રે ૯:૩૦ની આસપાસ સફેદ કલરની અલ્ટો કારમાં આવેલા ચાર શખ્સોએ આંતરી ટ્રક ચાલક કઈ સમજે વિચારે તે પહેલાં જ લોખંડના પાઈપથી હુમલો કરી રૂપિયા 15 હજાર એક મોબાઈલની લૂંટ ચલાવી હતી.

વધુમાં લૂંટારુઓએ લોખંડના પાઈપથી હુમલો કરતા ટ્રક ચાલકને જમણા પગમાં, ડાબા હાથમાં અને છાતીના ભાગે માર મારતા, મુંઢમાર ઈજાઓ સાથે પ્રથમ હળવદ અને બાદમાં વધુ સારવાર માટે મોરબી ખસેડેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે, હળવદ હાઇવે ઉપર લૂંટની ઘટનાઓ અવાર નવાર બને છે ત્યારે આ અગાઉ તાજા ભૂતકાળમાં કોયબા પાટિયા નજીક આવી જ મોડ્સ ઓપરેન્ડિથી અષાઢી બીજના દિવસે પણ લૂંટ ચલાવવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text