નીરજ નામ હોય તેમને જૂનાગઢ રોપ-વેમાં મફત સફર

- text


ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ઉપર જૂનાગઢ રોપ-વે સંચાલકો આફરીન

મોરબી : ટોકિયો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર ખેલાડી નીરજ ચોપરા ઉપર જૂનાગઢ રોપ-વે સંચાલકો આફરીન બન્યા છે અને જે કોઈ પણ વ્યક્તિનું નામ નીરજ હશે તેમને આગામી 20 ઓગસ્ટ સુધી રોપ-વેમાં વિનામૂલ્યે મુસાફરી કરાવવાનું જાહેર કર્યું છે.

નીરજ ચોપરાને ભાલા ફેકમાં ગોલ્ડ મેડલની સિદ્ધિ બદલ એશિયાના સૌથી મોટા રોપ-વે સંચાલકોએ અનોખી સ્કીમ ચાલુ કરી જે કોઈ વ્યક્તિનું નામ નીરજ હશે તેમને આગામી ૨૦ ઓગસ્ટ સુધી રોપ-વેની વિનામૂલ્યે સફર કરાવવામાં આવશે તેમ રોપ-વે મેનેજર ઘનશ્યામ પટેલ જાહેર કર્યું છે.

- text

ભારતના તમામ રમતોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની જરૂર ઉપર ભાર મૂકી આવી અનોખી સ્કીમ ચાલુ કરી હોવાનું તેમને ઉમેર્યું હતું. સાથો સાથ ગિરનાર ઉપર અંબાજી મંદિર જનાર તમામ નીરજ નામની વ્યક્તિને ખાસ માતાજીની ચૂંદડી અને આશીર્વાદ આપવામાં આવશે તેવું મંદિરના મહંત તનસુખગિરીબાપુએ જણાવ્યું હતું.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text