વવાણીયા ગામે તાણીયાને બદલે ઇલેક્ટ્રિક પોલને દોરડુ બંધાયું

- text


ચોમાસાની સીઝનમાં દોઢ મહિનાથી વીજ થાંભલો દોરડાને સહારે : વીજતંત્ર કહે છે જોઈ લેશું

માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામમાં ગામની મુખ્ય બજારમાં ઇલેક્ટ્રિક પોલ નમી ન જાય કે કોઈ અકસ્માત ન થાય તે માટે તાણીયાને બદલે એક છતનો સહારો લઇ લાંબા સમયથી દોરડું બાંધી જી.ઇ.બી.એ સંતોષ માની લેતા લોકો ઉપર જીવનું જોખમ સર્જાયું છે.

જાણવા મળતી વિગત અનુસાર વવાણીયા ગામે ઇલેક્ટ્રિક લાઇનનું રીપેરીંગ કામ એક મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન વીજ થાંભલાને તાણીયાનો સહારો આપવાને બદલે નજીકમાં આવેલ મકાનની છતનો સહારો લઇ તે સમયે જીઇબી દ્વારા દોરડું બાંધી દેવામાં આવ્યું હતું. બાદમાં મજબૂત તાણીયો મારવાની વાત કરી, જાણે જીઇબી તંત્ર તે વાતને ભૂલી ગયું હોય તેમ લાંબો સમય થવા છતાં તે દોરડું જૈસે થે સ્થિતિમાં લોકોનું રક્ષણ કરતું હોય તેવી સ્થિતિમાં જોવા મળે છે.

આ ગંભીર બાબતે સ્થાનિક યુવાને જીઇબીના જવાબદાર અધિકારીનું બે દિવસ પહેલા ટેલીફોન જાણ કરી દ્વારા ધ્યાન દોરવા છતાં જવાબદાર અધિકારી દ્વારા હા જોઈ લેશું કહી લાપરવાહ નીતિના દર્શન કરાવતા લોકોના જીવ પડીકે બંધાયા છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text