હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ઉજવણી

- text


હળવદ : હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં હળવદના વિવિધ ધર્મસ્થાનોએ જઈને ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું છે.

હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ઉજવણીના ભાગ રૂપે હળવદના વિવિધ ધાર્મિક સ્થળોએ જઈને ગુરુજનોનું ગુરુપૂજન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને વિશ્વનું કલ્યાણ થાય તે માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારે છોટા કાશી તરીકે જગવિખ્યાત હળવદમાં આવેલ કંસારિયા હનુમાનજી મંદિર, ગ્રામ્ય દેવતા એવા લક્ષ્મીનારાયણ મંદિર, મકાસરી હનુમાનજી મંદિર, રાતકડી હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી, સ્વામિનારાયણ મંદિર સહિત ધર્મસ્થાનો એ જઈને ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ ગુરુજનોનું પૂજન કરી અને વિશ્વના કલ્યાણ અર્થે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ગુરૂ પૂજનના આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, મેહુલ પટેલ, રવિ પટેલ, અશોક પ્રજાપતિ સહિત કાર્યકરો અને અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text