મોરબી : આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટેનો કેમ્પ યોજાયો

- text


પોસ્ટ ઓફીસ આયોજિત કેમ્પમાં સર્વર ડાઉન થવાથી 100થી વધુ લોકોમાંથી 55 લોકોની જ કામગીરી થઈ

મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ દ્વારા લોકોને આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા કે ચેન્જ કરવા માટે હાલાકી ન પડે તે માટે આ અંગેનો કેમ્પ મોરબીના ટાઉન હોલ.ખાતે યોજાયો હતો. જેમાં 100 થી વધુ લોકો ઉમટ્યા હતા. પણ સર્વર ડાઉન થઈ જતા માત્ર 55 લોકોની જ કામગીરી થઈ શકી હતી.

મોરબીની પોસ્ટ ઓફીસ દ્વારા આજે શહેરના ટાઉન હોલ ખાતે આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા કે ચેન્જ કરવા માટેના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સવારથી બપોર સુધી યોજાયેલા આ કેમમાં 100 થી વધુ લોકો પોતાના આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા કે ચેન્જ કરવા ઉમટી પડ્યા હતા. પરંતુ તેમાંથી 55 લોકોની કામગીરી થઈ હતી.

આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા કે ચેન્જ કરવાના કેમ્પમાં અણીના સમયે જ સર્વર ડાઉન થઈ ગયું હતું એટલે કામગીરી ઘણી જ ધીમી પડી હતી. 15 મિનિટમાં એક વ્યક્તિની કામગીરી થતી હોવાથી 55 લોકોના આધારકાર્ડ કાર્ડમાં મોબાઈલ નંબર એડ થઈ શક્યા હતા અને બાકીના લોકોને ધરમના ધક્કા થયા હતા. જો કે શરૂઆતમાં એક કીટ રાખવામાં આવી હતી. પણ લોકો વધી જતાં બીજી કિટ પણ રાખવામાં આવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text